ઈ.સ. ૨૦૦૦માં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, વરાછા રોડ, સુરત યુવક મંડળ ની સ્થાપના આ વિસ્તાર મા રહેતા આપણા સમાજ ના લોકો ના સંગઠન અને એકબીજા ને જાણવા અને સમજવાના હેતુથી કરવામાં આવી હતી. પરતું સમાજ ના લોકો ના અથાગ પરિશ્રમ અને કાર્યકર્તા ની અવિરત મહેનત ના કારણે આજે આ યુવક મંડળ એક સમાજ તરીકે ના વટવૃક્ષ મા પરિણમ્યું છે. લોકોની સમાજ પ્રત્યે ની ભાવના અને સમાજ જાગૃતિ આજે આ સમાજ દ્વારા સમાજ ને અર્પણ એવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.. જેમ કે વિદ્યાર્થી ના પ્રોત્સાહન માટે ઇનામ વિતરણ, સમાજ ના સૌ લોકો નો મનપસંદ કાર્યક્રમ એટલે સ્નેહમિલન, શિયાળુ રમોત્સવ, ક્રિકેટ ટુર્નામેન્ટ, એક દિવસીય પ્રવાસ, ગરબા , ધૂળેટીની ઉજવણી, યોગ શિબિર, હાસ્યપ્રોગ્રામ અને સૌથી અગત્યનું સમાજ ના કુટુંબો ની સુરક્ષા માટે “કુટુંબ સુરક્ષા યોજના”. સમાજ ના સૌની સંપ , સેવા અને સંગઠન ની ભાવનાથી જ તો વરાછા સમાજ બન્યો છે શ્રેષ્ઠ સમાજ.........